“ ન્યાય નીતિ સૌ ગરીબની, મોટાને સૌ માફ ! વાઘે માર્યા માનવી એમાં સો ઈન્સાફ “

સન ૧૮૫૭ થી ૧૯૪૭ સુધી કેટલાય આંદોલન થયા ૧૯૪૭ પેહલા નેતાઓ માં જે જન ભાવના હતી તેવી ૧૯૫૦ થી જે જન આંદોલન થયા નેતા બની ઉભર્યા તે લોકો પારટરટી બનાવી ને બેસી ગયા. સતા પર આવ્યા, તે ખાલી સતાને પૈસા પાછળ ભાગતા રહયા છે. એમના માં દેશ પ્રેમ કોઈ ભાવના અને લોકો ના પ્રતિ કોઈ હમદરદી કદી હતી પણ નહીં અને નથી. આ મારી જાતનો નેતા,આ મારા ધર્મ નો નેતા આ બધુ ભૂલી ને આમને સબક શીખવાડવો અને દેશ ભાવના જગાડવાની છે.

१) લોકતંત્ર ના નામે આવતી શિક્ષણ થી માંડી સંસદ સુધી ની ચુંટણીઓ તેમજ પબ્લિસીટી માટે થતો ખર્ચ જો પ્રજાના કલ્યાણ માટે વરાય તો ૨૦૨૨ નું ૧ વર્ષ માં બધા ગરીબો ને પોતાના ઘર,૨૪ કલાક વિજળી સાવ સસ્તા થઇ જાય તેમજ આત્માહત્યા, બળાત્કાર,નક્ષલવાદ જેવી ઘટનાઓ પર અંકુશ આવી જાય.(આમાં MLA અને સાંસદો પોતાના પગાર અને કેહવાતા જન પ્રતિનિધિ પોતાના પાછળ ખર્ચ કરતા પૈસા જતા કરે તો) કેટકેટલી યોજનાઓ કેટલી રાહતો છતાય દેશ ત્યાના ત્યાંજ છે આના પાછળ જેટલા પૈસાની જાહેરાત થાય છે તે સીધી નેતાઓ અને અધિકારીઓ ની જેબમાં જાય છે,. અમીર દિવસે ને દિવસે અમીર થતો જાય છે અને ગરીબ વધારે ને વધારે ગરીબ.

જે વસ્તુ ની જીવનમાં જરૂર નથી તેના માલિકો સરકાર અને અધિકારીઓ ની રેહમ નજર હેઠળ દિવસ ને દિવસે મોટા થતા જાય છે. અને જેના વગર જીવન જીવું ના મુમકીન છે તે ધરતી પુત્ર આજે ની:સહાય આને લાચાર છે આર્થિક અને વિકટ પરીસ્થિતી ના કારણે આત્મહત્યા જેવું કાયરતા ભર્યુ પગલું ભરે છે. આ એક કડવી સચાઈ છે,આ બધું સરકારી ભેદભાવ ની નીતિ ને કારણે થાય છે.

શિક્ષણ પણ હાલ ધંધા સમાન છે જો શિક્ષણ મફત આને ફરજીયાત કરવા આવે તો યુવા પેઢી ને તેમના પરિવાર માટે ગુજરાન મેળવવાનું આસન બની જાય.ફરજીયાત શિક્ષણ માં કેટલાક કડક કાયદા હોવા જરૂરી છે.
૧ – હિજરતી જીવન જીવતા લોકો ના બાળકો ગમે તે સ્કૂલ માં પરીક્ષા આપી શકે.
૨ – મજુરી,ફેકટરી, મિલ કે કોઈ પણ ક્ષેત્રમાં મજુરી માટે રાખતા માલિકો એ તેમના બાળકો ના શિક્ષણની તમામ જવાબદારી સ્વીકારવી ફરજીયાત કરે.

STAY CONNECTED

Gallery